Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Drama

4  

Rutambhara Thakar

Drama

શિયાળાની સાંજ

શિયાળાની સાંજ

1 min
378

ક્યાંથી લીધું આ ઉધારનું કુમકુમ ને કર્યો આ ચાંદલો ?

આભમાં પ્રેમનાં કુમકુમ વેરાયા ને સૂરજે કર્યો છે ચાંદલો !

આભે કર્યો એનાં ભાલે અર્ધચંદ્ર કુમકુમનો ચાંદલો,

ઉપમા અર્ધચંદ્રની પણ દેખીતો તો સૂર્યનો ચાંદલો ! 

અરૂણોદયની લાલીમા લઈને આભમાં કર્યો છે ચાંદલો,

કદાચ સૂર્યાસ્તની લાલીમા

વ્યાપીને સમગ્ર આભે કર્યો છે ચાંદલો !

નથી ઘમંડ એને કેમ રોજ કરે કુમકુમ કેરો ચાંદલો,

થઈ લીન એની મસ્તીમાં

આભનાં લલાટે કરે રોજ કુમકુમ કેરો ચાંદલો !

ક્ષિતિજની પેલે પાર રાહ જુએ કરી રોજ કુમકુમ કેરો ચાંદલો,

કરાવશે મિલન એક દિ' ધરતી અંબરનું કરી કુમકુમ કેરો ચાંદલો !

Rate this content
Log in