જીવન મોજ છે
જીવન મોજ છે
જિંદગીમાં ક્યાં કોઈને દઃખ છે !
જિંદગીમાં ક્યાં કોઈને સુખ છે !
મતિ તો બધાની નિજ ભિન્ન છે,
શ્વાસની ગતિ જ બસ શાશ્વત છે,
વહે પ્રણયગાન જે દિલમાં આરપાર છે,
વિંધાઈ જજો સોંસરવા સમયને તાણ છે,
જીવો શ્વાસ તણો ઠઠારો ઠાઠડીને હામ છે.
જોઈલો નજારો, દુનિયા તારા પછી બેફામ છે,
જગમાં સત્ય અસત્ય, અસત્ય સત્ય છે,
માન્યતાનું શું ? વ્યક્તિએ અલગ છે,
જાગે જો દિલમાં દર્દ તે જીવીત છે,
જીવતા મડદાઓ અહીં માણસની ઓટ છે,
જે ભૂલે છે જગત પ્રપંચ સંત છે,
માણસ સર્જન વિડંબણા કેવી મોજ છે ?
કુદરતે કરેલ સર્જનમાં જો કેવી લે'ર છે,
જીવીજા ભળીજા પ્રકૃતિમાં કેવી મોજ છે,
જીવન ન ડર મોતથી, આજ સત્ય છે,
જેવી જન્મની ઉજવણી તેમ મૃત્યુ પણ છે,
ઉજવો ઉત્સવ સૌ મૃત્યુ અટલ ઉજાસ છે,
હસો હસાવો જીવન એક મોજ છે.

