STORYMIRROR

Falguni Rathod

Drama Inspirational

4  

Falguni Rathod

Drama Inspirational

યાદગાર ઉત્સવ

યાદગાર ઉત્સવ

1 min
306

મારો વ્હાલો જીવન તણો રસ જગાડી ગયો,

ઊર્જા સંચાર કરી ઉમંગથી રોજ નચાવી ગયો....!


ખોલી મનના દ્વારો નભને આંબતા શીખવી ગયો,

રહી વાત નજરની અંતરથી ભીતર પમાડી ગયો...!


સંકુલ વિટંબણાઓનો બંધ ઝટપટ તોડી ગયો,

હળવેથી હરેક ક્ષણેક્ષણમાં સ્મિત રેલાવી ગયો...!


ઉષ્ણ કિરણોની લાલાશને જોજનો દૂર ભગાડી ગયો,

શીતળતાની તાજપનો અમીરસ દેહ પર છાંટી ગયો...!


આશ બસ નવીનતાની મીઠી મધુરપની પ્રસારી ગયો,

પ્રત્યેક જીવનની પળોને યાદગાર ઉત્સવ બનાવી ગયો...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama