હું છું ભાઈ નાનકડી ફૂદી.
હું છું ભાઈ નાનકડી ફૂદી.
હું મજાની, હું છું નાનકડી
હું લાગું સૌથી સાવ જુદી
ઢાલભાઈ મારાથી બીતાં
હું છું ભાઈ નાનકડી ફૂદી,
આકાશે હું મોજથી ઊડું
બાળકોને હું વ્હાલી વ્હાલી
ચીલબાઈને ગલગોટીબાઈ
મનમાં મને દેતાં બહું ગાલી
મારી પાસે કોઈ ના આવે
બધાની હાલત કરુ ભૂંડી
હું મજાની, હું છું નાનકડી
હું લાગું સૌથી સાવ જુદી,
આકાશમાં પવન સંગ રમતી
કોઈ ના આવે મારી પાસ
ચાંદલિયો અને પૂંછડિયો પણ
ભટકે નૈ મારી આસપાસ
ઊંચા આભલે ઠુમકા ભરતી
હું લાગું સૌથી સાવ રૂડી
હું મજાની હું છું નાનકડી
હું લાગું સૌથી સાવ જુદી !
