STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

હું આવી તારા સરનામે.

હું આવી તારા સરનામે.

1 min
146

હું આવી છું મિત્ર તારા સરનામે

ચાલને સંબંધને થોડો રિચાર્જ કરી લઈએ

કડવી વાતોને હૈયામાં દફનાવી,

હળવું હૈયું કરી લઈએ


મારું તારું છોડી

એકબીજાને સાથ આપી દઈએ

ચાલ પડેલી ગાંઠને ભેગા મળી

છોડી લઈએ


અહમ ને કોરાણે મૂકી એકબીજામાં ભળી જઇયે

થોડું હું જતું કરું થોડું તું જતું કર

ચાલ સાથે મળી મીઠા સંબંધોનું

એક વૃક્ષ રોપી દઈએ


ચાલને ઉદાસીને કોરાણે મૂકી

કુદરતના સાનિધ્યમાં ઉદાસીને ઓગાળી લઈએ

આ ઝાકળથી ન્હાય ફૂલો

આ સૂરજની સોનેરી કિરણથી મલકાય ફૂલો

સૌંદર્ય એનું છલકાય


બસ આ કુદરતના અલૌકિક વાતાવરણને માણી લઈએ

ચાલ આપણે ભૂતકાળને ભૂલી

જે ક્ષણો છે એને ખૂબસૂરત યાદોમાં મઢી લઈએ

ચાલ આપણે સંજોગો સાથે પણ લડી લઈએ

હું આવી તારા સરનામે

સ એક બીજાને ખુશીઓની સૌગાદ આપી દઈએ


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy