STORYMIRROR

Chirag Padhya

Fantasy Tragedy

3  

Chirag Padhya

Fantasy Tragedy

હર્ષ

હર્ષ

1 min
25.4K


નજર પડી ત્યા મળી વેદના એ જિંદગી,

હર્ષ તો છળવા પુરતો પણ ના મળ્યો.


સમય વહેતો ગયો પાણીના રેલા સમો,

આનંદ તો મળવા પુરતો પણ ના મળ્યો.


હર્ષની લાગણી આંસુઓમા વહી ગઇ,

આંખોને આંસુઓનો હીસાબ ના મળ્યો.


લહેરો તો ખોટી થઇ ગઇ બદનામ અહી,

રુસવા બની રહી ગઇ કીનારો ના મળ્યો.


જિંદગીની સફર અને કેડીઓ કાંટાળી,

એકલા ચાલતા ગયા સહારો ના મળ્યો.


નીકળ્યો હતો હર્ષથી અંધારી રાહ પર,

બળ્યો ચિરાગ બની પણ રોશન ના થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy