હરિનો મારગ
હરિનો મારગ
જ્યારે કરામત કારગર ન નીવડે,
ખોલી દેજો અંતરની દાબડી,
પછી નિહાળજો વિશ્વને,
ખોલીને અંતરની આંખડી,
સુખનો સૂરજ નિત ઊગશે,
ન ઊગશે કદી રાતડી,
ઈશના આવાસે જઈને,
ખોલો હૈયાની હાટડી,
જ્યારે એનું નામ લેતાં,
ધબકશે તમ છાતડી,
શામળિયો આવી સૂણશે,
તમ અંતરની વાતડી,
એના રે નામ તણી,
ઓઢી લેશો જો ઘાટડી,
મળી જશે નંદી તને,
જીવનની વાટડી.
