હૃદયની તિરાડ
હૃદયની તિરાડ


તુજને સમજવા માંગુ છું હું પણ,
તું હજારો જોજન હૃદયથી દૂર છે,
હૃદયમાં જે તિરાડ પડી ગઈ છે તેને,
સાંધવી હવે ખૂબજ કઠીન છે.
હૃદયથી તુજને હું ખૂબ ચાહુ છું પણ,
તે સમજવું તારી શક્તિ બહાર છે,
મનનાં ભેદ દૂર કરવા કરવા ઈચ્છુ છું,
તુજને સમજાવવી અતિ મુશ્કેલ છે.
તારી લાગણીઓને હું સમજુ છું પણ,
તને આ વાત ક્યાં કદી સમજાય છે,
સમજી જા, તું શાનમાં મારી વ્હાલી,
હવે તો ખૂબ જ હદ બહાર થાય છે.
મન મારૂં ખૂબ વ્યથિત થયું છે પણ,
તને મારી ક્યાં કદી ચિંતા થાય છે,
તારા હૃદયની ધડકન સમજુ છું હું,
મારી ધડકન તને ક્યાં સમજાય છે.
અમૂલ્ય જીવન મળ્યું છે વ્હાલી પણ,
જીવન તો અબોલામાં પસાર થાય છે,
દર્દ ભરી તાન છેડુ છું હું "મુરલી" માં,
તને પ્રેમની સરગમ ક્યાં સમજાય છે.