હૃદય
હૃદય
લાગે છે કે હૃદય માનતું જ નથી,
કોઈ વાત પણ તે સાંભળતું નથી,
કામ એ હરદમ કરતું રહે,
વેદનાઓને પણ તે સહેતું રહે,
પહેલાં તો એ સાવ ખાલી જ હતું,
બાળપણમાં નિખાલસ રહેતું,
સમજ સાથે માન્યતાઓ ભરાઈ,
ધારણાઓ પણ ઘર કરતી ગઈ,
પછી તો એ ગંભીર બનતું ગયું,
હસવાનું પણ એ ભૂલતું ગયું,
તોય લાગણીઓ સંઘરી રાખતું,
કેવી રીતે કહેવાય નથી માનતું !
