હોળી
હોળી
એ
આવી
આ હોળી.
લાવી ખુશી
સૌ હરખાયા
ને પ્રેમમાં ડૂબ્યાં
ગુલાલમાં રંગાયા.
કામ, ક્રોઘ, લોભ, મોહ
ને બાળી નાંખ્યા હોળી મહી.
શ્રીફળ વધેરી કર્યો નાશ
બુરાઈનો ને કરી ઉજવણી.
ભાંગ, ઘુઘરાને સંગ છે મીઠાઈ
ખાઈ સૌ નાના-મોટાને ખુશીથી ઝૂમે.
રૂઠેલાને મનાવીએ ને કરીએ વ્હાલ.
મતભેદો ભૂલી કરીએ નવી શરૂઆત.
રંગ લગાવીને બોલો બૂરા ન માનો હોલી હે.

