હજી છે બાકી
હજી છે બાકી
દરિયારૂપી સંસારમાં જીવનરૂપી હોડી,
અરમાનોનાં હલેસાથી એને મેં છે હાંકી,
અડધો દરિયો તો પાર કરી લીધો મેં,
પણ અડધો દરિયો, હજી છે બાકી.
ક્યારેક સુખની ભરતી આવી,
ક્યારેક દુ:ખની ઓટ આવી,
તો ક્યારેક શાંતિ હતી તળાવની જેમ,
પણ સામનો ત્સુનામીનો, હજી છે બાકી.
સાગર ક્યારેય સૂકાયો નહીં,
તો ક્યારેય છલકાયો પણ નહીં,
સરિતાને તો પોતાનામાં સમાવે છે એ,
છતાં એ મેળાપની ભૂખ, હજી છે બાકી.
મધદરિયે તોફાનમાં ગોતા ખાય હોડી,
તોફાનમાં આમ તેમ અટવાય છે હોડી,
મન મૂકી જમીન પર વરસે છે વાદળ,
છતાં એ તરસ મૃગજળની, "નાના"ને હજી છે બાકી.
