હીંચકો..!
હીંચકો..!
નાના મોટા સૌને ગમતો,
દરેક પેઢીને એ હિલોળે ચળાવતો
નામ એનું હીંચકો ..!
બાગ-બગીચાની શાન વધારતો,
બાળકો સાથે મોજે એ ચડતો
નામ એનું હીંચકો ..!
પપ્પા પણ જાણે સિંહાસન પર બેસતાં,
ચહેરા પર એમના સુખનો એકરાર કરાવતો
નામ એનું હીંચકો..!
ઘરકામ પતાવી મમ્મી જ્યારે વિશ્રામ કરતી,
આરામ મા એની જાણે વધારો કરાવતો,
નામ એનું હીંચકો..!
દાદા-દાદી ને વાતોએ વળગાડતો,
વૃદ્ધા અવસ્થાની વસંતનો એ સાક્ષી,
નામ એનું હીંચકો..!
વડલાઓની વેલીએ ઝૂલતો,
પાનિહારીઓનાં દિલ ડોલાવાતો,
નામ એનું હીંચકો..!
રાધા-ક્રિષ્ના ને પણ હીંચ લેવડાવતો,
સખીઓ સાથે મસ્તી એ ઝૂલતો,
નામ એનું હીંચકો..!
સદાકાળથી આનંદની ઉજવણી કરાવતો,
દરેક ઘર ને ખુશીઓથી છલકાવતો,
નામ એનું હીંચકો..!
