Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

હે ઈશ્વર

હે ઈશ્વર

1 min
191


હે ઈશ્વર !

તું તો તારા ચિત્રમાં અદભૂત રંગો પૂરે છે

મેઘ ધનુષ્યમાં પણ અદભૂત રંગો પૂરે છે.

ફૂલોમાં પણ તું રંગ ભરે છે

બસ માનવીના જીવનમાં ખુશીઓનો રંગ પૂરી દે.


ઉષા ને સંધ્યા થઈ તું વાદળો પર હસ્તાક્ષર કરે છે.

આ સિંદુરિયો સૂરજ આ આકાશ ના ભાલે ચુંબન કરે છે.


હરિ ભરી વસુંધરા ને પણ અદભૂત ચીતરી તે.

બસ માનવ મનમાં પ્રેમના રંગો ભરી દે.

આકાશના લલાટ પર સૂરજ ચંદ્રને તારાઓ આપી તેજસ્વી બનાવ્યું.

પૂનમનો ચાંદ બની ઝળહળતું કર્યું આકાશ.

બસ માનવીના ભાગ્યની સિતારો ચમકાવી દે તું.


રંગબેરંગી ફૂલો પર રંગબેરંગી પતંગિયા સર્જ્યા.

ઝાકળની શાહીથી ફૂલોની પાંખડી પર લખી અદભૂત કવિતા.

બસ મને તારી પ્રશંસા કરવા શબ્દોની થોડી સૌગાદ દઈ દે.


પારિજાત, ગુલાબ, મોગરો, ચમેલી ચંપા

ને તે આપી સુગંધ.

મહેકાવી શકે એ આખું ગુલશન.

મને પણ સદગુણોની ભેટ આપી દે.

મહેકાવી શકું આ દુનિયાનો બાગ.


Rate this content
Log in