Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Nayana Charaniya

Tragedy Inspirational


3  

Nayana Charaniya

Tragedy Inspirational


હા, હું એક શિક્ષક છું

હા, હું એક શિક્ષક છું

1 min 160 1 min 160

હા, હું એક શિક્ષક છું ! 

મારા માટે તો દરેક વિદ્યાર્થી હોંશિયાર છે,

હું કોઈને નબળો, ઠોઠ, ઓછી બુદ્ધિનો કહી જ ન શકું ! 

કારણ કે હું એક શિક્ષક છું,


બાળક બધા મારે સરખા છે,

કોઈ એક વાતમાં હોંશિયાર તો કોઈ બીજી વાતમાં છે,

હા, જો દરેક બાળક પ્રથમ ક્રમાંકે આવશે તો આ પ્રથમ ક્રમાંકનો મહત્વ ક્યાંથી રહેશે ? 

એટલે જ માટે મન તો દરેક બાળક પ્રથમ ક્રમાંકે આવનાર છે,

કારણ કે હું એક શિક્ષક છું,


કહેવાય છે એમ તો કે શિક્ષક માળી છે 

તો પછી એને મન કેમ ગુલાબનું મહત્વ વિશેષ ને બારમાસીનું મહત્વ ઓછું છે ?

મારે તો મન દરેક બાળક એક સુગંધિત પુષ્પ છે ! 


શાળા મારો બગીચો ને બાળક મારા બગીચાના ફૂલ છે,

બાળક વિનાની શાળા મારે મન તો સૂકું રણ છે ! 

બાળકોનો કિલકિલાટ જાણે બગીચાના ઝાડોમાં રહેતા પંખીઓનો મીઠો કલરવ છે,

મારે મન તો દરેક બાળક ખીલતું પુષ્પ છે,જેની મહેકથી હું તરબતર છું !


કારણ કે હું એક શિક્ષક છું ! 


Rate this content
Log in

More gujarati poem from Nayana Charaniya

Similar gujarati poem from Tragedy