STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

ગુસ્સો

ગુસ્સો

1 min
244

રાંડ્યા પછીનું ડહાપણ એ જાણે ગુસ્સા પછીનું જ્ઞાન છે

ગુસ્સાને રાખો કાબુમાં, ગુસ્સો કરે બહુ બધા નુકસાન છે,

 

યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ પર યોગ્ય રીતે કરી શકાય છે ગુસ્સો

ગુસ્સો ના હોવો જોઈએ બેફામ, ગુસ્સાનો યોગ્ય ઉપયોગ કરનાર વિદ્વાન છે,

 

જરૂર પડયે આવડવું જોઈએ ગુસ્સાને ગળી જતા પણ

ગુસ્સાને ગળા સુધી અટકાવી શકનાર મેળવે શિવનું બહુમાન છે,

 

ગુસ્સાના કારણો અને ગુસ્સાની માનસિકતાને સમજવી છે જરૂરી

હકારાત્મક અભિગમ અને દરેક ના દ્રષ્ટિકોણની સમજ બની રહે વરદાન છે,

 

અંદરથી ગુસ્સે થયા વગર, કડક શબ્દો સાથે કઢાવવાનું હોય છે કામ ઘણીવાર

પ્રમાણમાં ગુસ્સો બતાવવો છે જરૂરી ઘણીવાર, ગુસ્સાનું પોતાનું એક વિજ્ઞાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract