ગુરુપૂર્ણિમા
ગુરુપૂર્ણિમા
જેને ત્રિદેવોથી પર માનવામાં આવે,જે ભવસાગર પાર ઉતારે,જેને મન વિદ્યાર્થીઓનું હિત અગ્રેસર હોય એવા ગુરુદેવને નમસ્કાર...
આવા ગુરૂજનોની પૂજા માટે એક દિવસ શું કામ
પૂજાય
આ સવાલ ભિતરે સળવળે,
જે દેશનું ભાવી ઘડે,નાગરિક તૈયાર કરે,
શિષ્યોને યોગ્ય રાહ બતાવે,એની પૂજા માટે એક ગુરૂપૂર્ણિમા શું કામ ?
શિક્ષક ગળાકાપ સ્પર્ધા ને ભેદભાવ નીતિથી પર હોય છે, સૌ શિષ્ય મારુ સંતાનની ભાવના કેળવાય
ગુરૂ આપણને ટોળામાં નહીં પણ યોગ્યદિશા બતાવે એવા ગુરુ મળે તેમને ચરણે નમી જાજો,સાચો ગુરૂ દંભ,આડંબરથી પર હોય છે,એ સાચો ગુરુ
જગતનો આધાર જ્ઞાન છે,
જે ગુરુ દ્વારા મળી શકશે,
સૌ સમાન વિદ્યાર્થીઓની ભાવના જન્મે અને વિદ્યાર્થીઓને ગુરુ માટે ત્યારે જ ખરા દિલથી આદર જન્મે ત્યારે ગુરુપૂર્ણિમા યથાર્થ ગણાય.
