ગુરુ વંદના
ગુરુ વંદના
તિમિર દૂર કરી,
જ્ઞાન જ્યોત જલાવી ગુરુજી,
અજ્ઞાન દૂર કરે,
ગોવિંદથીય ગુરૂ મહાન,
ગુરુ થકી જ અસ્તિત્વ,
ગુરુકૃપાએ જ લાધે જ્ઞાન.
શિરડીમાં પ્રગટ્યા,
પરચા અનેકોવાર પુર્યા,
સદગુરુ છે સાંઈ,
હિંદુ-મુસ્લિમ ભેદ ના કોઈ,
ઉદી છે આશીર્વાદ,
વંદુ તને ગુરુપૂર્ણિમાએ.
કંસનો ઉદ્ધારક,
અધર્મ પર ધર્મને જીત્યો,
દ્વારિકાનો નાથ તું,
ગોવિંદ ગોપીજનવલ્લભ,
હે રાધા માધવ,
કૃષ્ણમ વંદે જગતગુરુ.
