ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા
આજ શુભ દિન છે અષાઢી પૂનમ
શ્રી વેદવ્યાસજીને ચરણે ધરીએ ફૂલોની ફોરમ
જગ જાણે રે કૃષ્ણ દ્વૈપાયનની પ્રતિભા પ્રમાણ
મુનિ પરાશરને માત સત્યવતીના પુત્ર તમે મહાન,
ગુરૂ વિશ્વામિત્રજીએ રઘુકુળે કામણ એવાં
કીધાં
ભરતખંડે ઝીલ્યા સંસ્કાર પામી રામજીને
સીતા
ગુરુ સાંદીપનિના આશ્રમે શ્યામ સખ્ય સુભાગા તોરણ,
સુદામા સંગ પાંગરી કેવી પ્રીત મધુરી તમારે ચરણ,
ગુરુ ઢ્રોણે દીધી, ભારતવર્ષે ધનુર્ધરને શિક્ષા મહાન
મહાભારત યુધ્ધે પાર્થે દીધી,
ગુરુને યુગી પહેચાન,
મત્સ્યેન્દ્રને ગોરખે ગજવ્યા મહા અલખ આ મલક
નાથ સંપ્રદાયના ગુરુ ચેલાની ધન્ય સતપથી
ઝલક
સંત કબીરે ઝીલ્યો ગુરુમંત્ર વંદી રામાનંદજીની પાસ
ગુરુ પ્રતાપે પીરસ્યુ સંસારે વરવું સૌને બ્રહ્મ જ્ઞાન
જાશું મહર્ષિ અત્રી ને અનસૂયાના સૂત ગુરુદત્તને શરણ
રંગ અવધૂતજીએ જીલ્યા ઉરે ગુરુ મંત્ર તવ ચરણ
દાદા ભગવાનને ચરણે ‘આકાશદીપ” ઉજવે અષાઢી પૂનમ
ગુરુ સત્સંગે આયખે પામ્યા આત્મ ચિંતન ભેદી ભરમ.
