STORYMIRROR

Kalpesh Vyas

Drama Fantasy

3  

Kalpesh Vyas

Drama Fantasy

ગુલાબજાંબુનો છોડ

ગુલાબજાંબુનો છોડ

1 min
6.6K




મે જાંબુના ઝાડ નીચે વાવ્યો,

ગુલાબનો એક સુંદર છોડ,

ટુંક સમયમાં પાસે ઉગી આવ્યો,

ગુલાબજાંબુનો એક સુંદર છોડ..


એ છોડને પાણી સાથે આપી સાકર,

બાકી બધા છોડને અપાય છે ખાતર,

આ તો આપને મેં કહી દીધું છે,

ફક્ત આપની જાણ ખાતર,


ડાળીઓ પર ફૂટ્યા છે,

કથ્થઈ રંગના ગોળાકાર પાંદડા,

ડાળીને ટોચે કથ્થઈ રંગના,

ગુલાબનાં ફુલ ઉગ્યા સોહામણાં,


પતંગિયા,ભમરા અને મધમાખીઓ,

મન મુકીને રસપાન કરતાં દેખાયા,

એ ફૂલનાં પરાગરજનો પરોક્ષ રીતે,

તેઓ પ્રસાર કરતા જણાયા,


ફૂલનું રુપાંતર કથ્થઈ ફળમાં થઈ ગયું,

એ ફળ ચાસણીથી તરબોળ થઈ ગયું,

ટીપે ટીપે ચાસણી જમીન પર પડી,

કિડી-મકોડાને જાણે મજા પડી,


ડાળીએ લાગેલા તિક્ષ્ણ કાંટા,

ઢોરોથી રક્ષણ કરતાં ગયાં,

છતાંએ અમુક પક્ષીઓ,

ફળ ખાઈને બી ફેલાવતા ગયાં,


જોતજોતામાં તો ગુલાબજાંબુની

૨-૪ વિઘાની મોટી વાડી બની ગઈ,

ફૂલ અને ફળોની મધમસ્ત પમરાટ,

અરસપરસના વિસ્તારમાં ફેલાઈ ગઈ,


ટોપલીઓમાં ફળો એકઠા કરીને,

ફળોની મંડીમાં લઈ જવાયા,

ત્યાંથી એ મિષ્ઠાનરુરી ફળોને,

ઠેકઠેકાણે મોકલવામાં આવ્યા,


અચરજ તો એ વાતનો થાય છે,

કે એ ફળો લેવાં માટે લોકો ક્યાં જશે?

કંદોઈની દુકાને? કે ફળોની દુકાને?


"મોડું થઈ ગયું, જલ્દી ઉઠો હવે."

પત્નીનો આવાજ આવ્યો મારા કાને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama