આભાસ તારો
આભાસ તારો
ભ્રમિત થઈ
ભટકું હું સ્મરણોની પાંખે
કેટલાંય કાળથી
પંખી હું બાવરું
પણ હવે
ખોવાય છે મારું એ વૃક્ષ
અને
એ આકાશ અને ઉડાન
ને સઘળાં એ માર્ગ
વાતોની ગઠરી બધી એ
ખોવાયા છે
ભૂલાયા છે,
અટવાય છે વાયરે ઝૂલતી
ચમકતી પાંખ
ને ત્યાં તો
સૂરજના રેલાતાં પ્રભાતી હાસ્યમાં
સપનાંનાં ટોળાં એકઠા થઈ
સ્વાગત કરે છે
કોઈ અજાણ,
વૃક્ષ પોલાણમાં સ્થાયી થવા
અને
અગમ ચૈતન્ય તેજથી
ભરેલ
આભાસ તારો થતાં
વીત્યાં વર્ષોની ઝલક ઝબકીને જાણે
સળવળી ઊઠી
ભાળી રહું એ
સંકેતધારા વરસીને પોતીકાપણાંનો આભાસ,
પલળી રહું ત્યાં
પાંખ ખંખેરી હવે
ફરી ઊડવા તૈયાર
નૂતન આભને
પાંખોમાં ભરી
ખોવાયેલ મારાં એ વૃક્ષને પામવા.
