દિલનાં તાર
દિલનાં તાર
ઊંચી અટારીએ આભેથી વરસી પડ્યાં એવાં,
જાણે ખોવાયેલ વલવલતાં તડકાનાં પડછાયામાં,
ચમકતી વીજળીનાં તાર બધાં સંધાય છે આ જગમાં,
ધાર બની મેહુલાની રચાય છે સરોવર આ જગમાં,
ટપક ટપક ટીપેથી ટપકે છે મોતીડાની સેર આંખડીમાં,
નેવેથી ટપકીને દિલમાં સમાય છે આ વરસાદમાં,
પિયા મિલનની આશ બધી આ મનનાં આવરણમાં,
કોકિલ ને મોરનાં ટહુકાં ગુંજે છે મારાં દિલનાં ભીતરમાં,
તારી ને મારી પ્રેમની વાતો રસીલી ચર્ચાય છે આ જગમાં,
વરસીને તું આવ તો "સખી" પધારજે મારાં મનમંદિરમાં.
