પ્રેમ કરવાની આઝાદી
પ્રેમ કરવાની આઝાદી
પ્રેમમાં પડીને તું કેવો પસ્તાય !
આઝાદી ઘરમાં માંગતા ના શરમાય !
ફ્રિડમ ફોર લવ જોઈએ
પણ જવાબદારી ના સમજાય !
સમાજમાં રહીએ છીએ આપણે
સમજણ કેમ ના દેખાય !
પ્રેમ કરી ફરવા જાય, એ તો સમજાય
જાહેરમાં ફજેતો કરે, છતાં ના બદલાય,
એકને પકડે પછી બીજી પાછળ જાય
દર મહિને મજનુ સાથે નવી માનુની દેખાય,
પ્રેમ હોય તો લગ્ન કરો એવું તો કહેવાય
લગ્ન કરીને વરસ પછી પ્રેમ તો ના ભૂલાય !

