મૌન
મૌન
તારી આગળ હું મૌન થઈ જાઉં છું,
વિસરાયેલી યાદો આગળ મૌન થઈ જાઉં છું,
કેવાં સપનાઓ જોયાં હતાં સાથે જીવવાનાં,
પણ પરિવારના વિરોધ આગળ મૌન થઈ જાઉં છું,
મને તેં બોલાવી મળવા ને ફેંસલો સાંભળવા,
તારી આંસુ ભરી આંખો આગળ મૌન થઈ જાઉં છું,
તારા દિલમાં આહનાં સ્પંદનો કેવાં ઊઠે છે ?
લાગણીઓના દરિયા આગળ મૌન થઈ જાઉં છું,
"સખી" જિંદગીમાં નથી મળતું મનગમતું બધાને,
તારી લાચારી આગળ મૌન થઈ જાઉં છું.
