મારી સખી વીજળી
મારી સખી વીજળી
મોકલતી મને સંદેશો પવન સાથે,
મળે મન જ, સંદેશોએ જોતી ઊભી આભે,
ખોલેે બારી મારી, કડાકા અને ભડાકા સાથે,
દર ચોમાસે, ડેલીએ મારી એ દસ્તક દેતી,
જિદ કરી, તેની સાથે ભીંજવા મને લેતી,
વાત-વાતમાં, વણી લેતી વાત પ્રકૃતિની,
દેતી શીખ, પ્રકૃતિ સાથે જીવન જીવવાની,
'વધુ વૃક્ષ વાવો અને વરસાદ લાવો, '
ઘટે પ્રદૂષણ, ઓક્સિજનનો લ્યો લ્હાવો,
તમે વરસાદમાં, મારી સાથે પલળવાં આવો,
નાચે ચોમાસામાં પશુ-પક્ષી ને પ્રકૃતિ સારી,
નાચો તમે પણ ખુલ્લાં ગગનમાં સખી મારી,
ન્હાવું વરસાદમાં એ એક લ્હાવો છે,
ઝરમર, માવઠું કે મુશળધાર એનું રૂપ નિરાલું,
કહે વીજબાઈ, વરસાદ જાદુગર જેવો છે,
સૂકીભઠ ધરાને, પલમાં લીલવંતી કરનારો,
નિત્ય નવો, નવનિર્માણે જાદુ એનો એવો છે,
ગગનને રહેતી, મારી સખી વીજળી,
કહેતી મને, ઝબૂકીને સખી વીજળી,
દર ચોમાસે, ન્હાઈ વરસાદે, પ્રફુલ્લિત થાઈ,
લોકવાયકત એવી કહેવાય,
બધા રોગ શરીરમાંથી જાય,
વરસાદનો મહિમા વીજબાઈ ગાય,
દર ચોમાસે, સાંભળી આનાકાની મારી,
દાઝથી, દસ્તક દેતી, ડેલીએ મારી,
ન્હાવાં મને મનાવતી, મારી સખી વીજળી,
પાણીનો મહિમા ગાતી મારી સખી વીજળી.
