લાગણીના ઝબકારા
લાગણીના ઝબકારા
ઝાકળ ભીના લાગણીના ઝબકારા,
અછડતો અણસાર આવે જેમ તારો,
ધીરજના ધબકારને ભરું હું ગજવે,
વિચાર શાને આટલા હવે મને પજવે,
તું નથી મારી સમીપ ઓ વ્હાલમ,
ભરી મહેફિલમાંય ખાલીપો વર્તાયે,
મનોમન પ્રેમ કરતા ના રોકી શકું હવે હું,
ખીસ્સે ભર્યા સંસ્કાર હવે લજવે.
