આત્મનિર્ભર નારી
આત્મનિર્ભર નારી
આત્મનિર્ભર હું નારી
ના કોઈથી હું હારી
ના કોઈથી હું ડરી
રવિવાર લાગે મને ભારી,
આત્મનિર્ભર હું નારી
રવિવારે ઊંઘ લઉં હું પૂરી
ધોઈ લઉં હું હપ્તાની સાડી સારી
બનાવું હું રસોઈ સ્વાદિષ્ટ મધુરી,
આત્મનિર્ભર હું નારી
રવિવારે મળે મને સહેલીઓ પ્યારી
પરિવાર સાથે ફરવાની કરું હું તૈયારી
મેકઅપ કરી દેખાવું હું સૌથી ન્યારી,
આત્મનિર્ભર હું નારી
હસતાં રમતાં રવિવાર પસાર કરી
હપ્તો આખો કામ કરું ભારી
રવિવાર સિવાય ના પડું નવરી.
