STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

દિલમાં વસી જા

દિલમાં વસી જા

1 min
150

જ્યારથી તુજને જોઈ છે વાલમ,

બની છો તું સપનાની રાણી,

તારા પ્રેમનો દિવાનો બન્યો છું હું,

દિલમાં વસી જા તું મારી...


તારી લહેરાતી ઝૂલ્ફોથી વાલમ,

મધુર મહેંક ફેલાણી,

તરબોળ બન્યો છું મધુર મહેંકથી હું,

દિલમાં વસી જા તું મારી...


ચમકતી તારી સૂરત છે વાલમ,

જાણે રૂડી ચાંદની ખીલી,

અંધકાર જીવનનો દૂર કરી દે,

દિલમાં વસી જા તું મારી...


તિરછી આંખો તારી છે વાલમ,

પાંપણો તારી પલકાણી,

તારી નજરની ભાષા સમજ્યો છું હું,

દિલમાં વસી જા તું મારી...


અધરો તારા રસીલા છે વાલમ,

જાણે તેજ જામની પ્યાલી,

જામના ઘૂંટડા ગળી ઉતારીશ હું,

દિલમાં વસી જા તું મારી...


નિખરતાં તારા યૌવનથી વાલમ,

મુજને તું લલચાવનારી,

તારા યૌવનમાં મદહોંશ બનીશ હું,

દિલમાં વસી જા તું મારી...


ચાલ તારી લટકાળી વાલમ,

પાયલ વાગે છે તારી ન્યારી,

ત્ ત્ થૈ નાચીશ પાયલ નાદે હું,

દિલમાં વસી જા તું મારી...


મિલન મારૂં પુરું કર વાલમ,

પ્રેમની મૂરત છો તું મારી,

"મુરલી" પ્રેમનો તાલ મેળવી હું,

દિલમાં વસી જા તું મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama