STORYMIRROR

Asha bhatt

Drama

3  

Asha bhatt

Drama

વીનવી જાણું

વીનવી જાણું

1 min
148

ઈશ્વર પાસે શક્તિ માગું,

ગોવિંદને તો વંદી જાણું, 


પોપટ કેરી બોલી માંગું,

રામ-નામ તો રટી જાણું, 


બગલા કેરી ઉડાન માંગું,

આકાશને તો આંબી જાણું, 


કોયલ કેરો ટહુકો માંગું, 

ગીત મધુરા તો ગાઈ જાણું, 


મોર કેરા પીંછાં માંગું,

તાતાથૈયા તો નાચી જાણું, 


કાબર કેરી કલબલ માંગું,

આંગણને તો ગજવી જાણું, 


હંસ કેરો ચારો માગું,

જ્ઞાનને તો ચરી જાણું, 


ફૂલ કેરી સુવાસ માંગું,

જીવનને તો મહેકી જાણું, 


માવતર કેરા આશિષ માંગું,

બાળ તારો વીનવી જાણું, 


ઈશ્વર પાસે શક્તિ માગું,

બાળ તારો વીનવી જાણું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama