ભમરડો
ભમરડો
1 min
124
ભમરડો રે ભાઈ ભમરડો,
ભમ્મર ભમ્મર ભમતો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
લાલ, ભૂરો ને કાળો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
દોરની ઊર્જા સંગ ભમતો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
ચિન્ટુ મિન્ટુનો માની તો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
શેરીએ શેરીએ ભમતો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
આંગણ આંગણ ભમતો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
હથેળીએ હથળીએ ભમતો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
રીસાણો ભીસાણો મૂંજાણો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
મોબાઈલ કાર્ટૂન ને ભૂલાણો ભમરડો,
ભભરડો રે ભાઈ ભમરડો,
સ્ટોરરૂમના ખૂણે ખોવાણો ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો,
ભમરડો રે ભાઈ ભમરડો.
