સરસવની સંગાથે
સરસવની સંગાથે
સપનામાં એક સપનું જોયુંં મે...
આછા પડછાયા ને ઊગતા સૂરજ સામે દલિલ કરતા જોયું મે...
સરસવનાં ખેતરમાં પીળા ફૂલ પર પતંગિયુ જોયું મે...
પારેવાનું ધ્યાન દોરવા, વાળીમાં એક પૂતળું જોયું મે...
પાણીયારી ભોમ કાજે શૂરવીરોનું લો'ઇ ઉકળતા જોયું મે...
પવિત્ર પુષ્ટિ થાય છે અહીં, ખેતરના શેઢે એક પાળિયુ જોયુંં મે..
પ્રકાશના પગરવ સાથે ધરતીને પાનેતર પે'રતા જોયું મે...
પ્રેમાળ પળો પડખે ઊભી છે, એકાંતમાં પ્રકૃતિને પારખીને જોયું મે...
શબ્દોથી પરમાર્થ પ્રસરે છે ફૂલને ભમરાની મદદ કરતા જોયું મે..
સપનામાં એક સપનું જોયું મે...
