નજર ચારે તરફ
નજર ચારે તરફ
નિર્જન આ વિચારોના વગડામાં
એક ઈચ્છા દેખાય છે,
લોકોની બૂમો સાંભળી
મે એને સળગતા જોઈ છે,
નસીબનું મારું પાનુ મને
એ થપ્પીમાં નીચે દેખાય છે,
મુદતો પછી હવે તમારા દર્શન થશે
આ કાળજાળ ગરમીમાં મને એક પરબ દેખાય છે,
ખાનદાની એની બેઈમાન આંખોને પણ દેખાય છે,
ખૂબ ઓછા છે આવા
જે મને આકાશથી પણ ઉજળા દેખાય છે,
પાણીમાં બગલાની સ્થિરતા અને ચક્ષુથી
મને હવે એનો રંગ કાળો દેખાય છે,
કલ્પના કરવી મારી આદત છે
એટલે જ મંઝિલ સામે દેખાય છે.
