ક્યાં ખબર છે
ક્યાં ખબર છે
1 min
226
રેતીના ઢગલા ઉપર રમતા બાળકોને
ક્યાં ખબર છે,
કે દિવસો જવાબદારી સાથે આવવાના છે,
અચાનક આવતી આ ધસમસતી યુવાનીને
ક્યાં ખબર છે,
એક દિવસ લાકડીના ટેકે પણ ચાલવાનું છે,
આ મધ જેવા પ્રેમની શરૂઆતમાં
ક્યાં ખબર છે,
કે અમુક ક્ષણે વિરહના આંસુથી પણ રોવાનું છે,
સવારે ઊગેલ જાસુદની કળીને
ક્યાં ખબર છે,
કલાકો હમણાં વીતી જશે, પછી સૂકાય જવાનું છે,
યમુના જેવા પવિત્ર હૃદયને
ક્યાં ખબર છે,
કે દુનિયાએ સ્વાર્થ સાથે સંબંધ બાંધ્યા છે,
ગંગાના સતત વહેતા નીરને
ક્યાં ખબર છે,
ભક્તિ એક બહાનું છે, કારણતો પોતાના પાપ ધોવાનું છે.
