મારા નામથી
મારા નામથી
આવ તને વાચા આપું, ગઝલના પ્રારુપથી
જગતમાં તને નામના અપાવું, મારા નામથી
પ્રસંગે તને ભેટ આપું, જે અલગ જ હોય તારા કામથી
ઘરમા આવતાં-જતાં એ યાદ આવશે તને, મારા નામથી
નથી લાગતુ કે પસ્તાવો થશે, તારા મુખના રંગમંચથી
હવે નાટકોમાં રસ વધશે, મારા નામથી
તારો ને મારો પ્રસંગ સભામાં, હું નહીં વર્ણવી શકુ શબ્દોથી
આ સંબંધ બદનામ કરી ચૂક્યા તમે, મારા નામથી
બે હોઠ વચ્ચેના અંતરમા, નામ ફસાયુ ત્રણ અક્ષરથી
તારા નામના શબ્દોને ઉતાવળ લાગે જોડાવાની, મારા નામથી.

