STORYMIRROR

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

ગુલાબી ઓઢણી

ગુલાબી ઓઢણી

1 min
14K


એક ગુલાબી ઓઢણીએ કમાલ કરી 
ઉડી આવી મુજ પર 
વસી હૈયે, ગોલમાલ કરી... એક ગુલાબી ઓઢણીએ

ઊભો હું એકલો વિચારશૂન્ય મન લઈને 
આભ તૂટ્યું હોય એમ ઓસીયાડો થઈને 
ક્ષિતિજે ઝાંખી ઝાંખી ઓળખાય ગુલાબી ઓઢણી 
બસ પછી શું? મનને થાય કંઈક રહી રહીને 
આંખો વચ્ચેનું અંતર ઘટતા તેણે 
મનમાં ધીમી ચાલ કરી... એક ગુલાબી ઓઢણીએ

કાળઝાળ ગરમી અને અઢળક પરસેવો 
ઊભો લાગું હું કોઈ રઝળતા ભૂત જેવો 
દિલ લગાવે ફટકાર આ મુખને 
પણ મનનો સંદેશો એમ તે કેમ કરી કહેવો 
બસ નજર એક જ પડી 
આ જિંદગી બેહાલ કરી... એક ગુલાબી ઓઢણીએ

પુણ્ય ઘણા મારા ક્ષણમાં પવન ફુંકાયો 
ગુલાબીતો ખરીજ હું પણ અંજાયો 
કઈક કરું વિચાર એ પેહલા ઉડી ગુલાબી 
લપેટાઈ મને આનંદ આનંદ રેલાયો 
તેના સ્પર્શ માત્રે 
આ જિંદગી માલામાલ કરી... એક ગુલાબી ઓઢણીએ

ભારે હૈયે વિખૂટી કરી વીંટળાયેલીને 
આપી પરત નાજુક પાસે આવેલીને 
ગરમીમાં શબ્દો જાણે સુકાઈ ગયા હોઈ 
કરું ચર્ચા આંખોથી પણ નજરો ઝુકાવેલીને 
ગભરાઈને થામ્યો હાથ 
તેણે તો આંખો લાલ કરી... એક ગુલાબી ઓઢણીએ

શિષ્ટાચાર હતો તેમાં કીધું તમારો આભાર 
મેં પણ કીધું તારા વિના હવે શો સાર 
થોડો લીધો સમય વિચારીને બોલી 
પછી થશે એમ કે રડવું પડશે ચોધાર 
આમ અવરચંડી રીતે કહી “હા”
ઉજળી આવતીકાલ કરી... એક ગુલાબી ઓઢણીએ 

એક ગુલાબી ઓઢણીએ કમાલ કરી 
ઊડી આવી મુજ પર 
વસી હૈયે, ગોલમાલ કરી... એક ગુલાબી ઓઢણીએ

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance