STORYMIRROR

Rajesh Baraiya

Classics

3  

Rajesh Baraiya

Classics

ગરવી ગુજરાત

ગરવી ગુજરાત

1 min
13.8K


જય જય ગરવી ગુજરાત !

તારૂં વર્ણન કરે ઇતિહાસ,

વંદન કરે તને વિશ્વ આખું.

જય જય ગરવી ગુજરાત !

વેદોનો વારસો છે અહીં,

ઋષિઓ કેરો વાસ અહીં.

સંસ્કૃતિનો સાદ છે અહીં,

ખરૂં જીવન સત્ય અહીં.

જય જય ગરવી ગુજરાત !

નિર્મળતા નીર તણી,

સંસ્કૃતિ ઇતિહાસ તણી.

ગરીમાં ગૌરવ તણી,

આ ધરતી ગુજરાત તણી.

જય જય ગરવી ગુજરાત !

પાવન ધરા પ્રભુતા પાવથી,

કવિતા તારી વિશ્વાથી.

ભીંજાય પ્રભુ પ્યાસથી,

કોટી કોટી વંદન માનથી.

જય જય ગરવી ગુજરાત !


Rate this content
Log in

Similar gujarati poem from Classics