Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KALSARIYA PRAKASH N.

Inspirational Others Children

4.0  

KALSARIYA PRAKASH N.

Inspirational Others Children

ગર્વ છે

ગર્વ છે

1 min
167


આ દેશનું ઘડતર કરું છું ગર્વ છે,

સમાજનું ચણતર કરું છું ગર્વ છે,


ન થાકતા હરપળ કરું છું ગર્વ છે,

હર એકને પગભર કરું છું ગર્વ છે,


નિરાશા હોય ત્યાં આશા જગાડું,

હર ક્ષણ અવસર કરું છું ગર્વ છે,


જૂનું હતું તેને બદલું, તું શીખ જો,

પ્રયોગ હું નવતર કરું છું ગર્વ છે,


કોરી પાટી લઈ આવે મારી સમક્ષ,

જ્ઞાનનું હું સરવર કરું છું ગર્વ છે,


સાચું સોનુ એ પણ ચમક નથી,

હું હીરાનું જડતર કરું છું ગર્વ છે,


હારી પડેલા આવે હારવા ન દવ,

એવા હું ખડતલ કરું છું ગર્વ છે,


વિચારો સારા - નરસા હોય ઘણા,

નડતર હર વળતર કરું છું ગર્વ છે,


વહેંચતો રહું છું સદાય વ્હાલ હું,

ખૂટતું હું સરભર કરું છું ગર્વ છે,


વૈદ્ય છું પ્રજ્ઞાની પીડા હોય જો,

દૂર હું કળતર કરું છું ગર્વ છે,


શિક્ષક છું, શિક્ષણના સંગ્રામમાં,

'યાદ' હું બખતર કરું છું ગર્વ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational