ગર્ભમાં ઉછરતી બાળકીની માતાને વિનંતી
ગર્ભમાં ઉછરતી બાળકીની માતાને વિનંતી
હે મા મને પણ જગતમાં અવતરવા દે,
મારે પણ આ દુનિયા પર રાજ કરવું છે,
મારે પણ પરીની જેમ આકાશે ઊડવું છે,
સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ સૌનું
પ્યારું બનવું છે,
મારે પણ ઝાંસીની રાણી બની,
ઈજ્જત લૂંટનારને ફાંસી આપવી છે,
હે મા મને અવતરવા દે !
હું પણ દેશની વીરાંગના બની,
દેશના લોકોની સેવા કરીશ,
બસ મને ધરતી પર અવતરવા દે,
સમાજમાં ચાલતા દુષણોનો,
હું કરીશ વિનાશ,
બસ મને રૂપ ધરી બહાદુર બાળાનું,
તું અવતરવા દે,
હે મા હું પણ દુશ્મનોનો બોલાવીશ ખાત્મો,
બસ એવો મજબૂત છે મારો આતમો,
બસ મને ધરતી પર અવતરવા દે.
