STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Fantasy

3  

Dharmik Parmar 'Dharmad'

Fantasy

ગણપતિ

ગણપતિ

1 min
13.7K


ગણપતિને બધાંય મોદક છે ગણવાં...

તેથી નિશાળમાં જાવું છે ભણવાં....


સુંઢ ઉપર લટકાવ્યું દફતર ને બની ગ્યા સ્ટુડન્ટ !

પહેલી પાટલીએ બેઠાં ને બોલ્યા:'માસ્તર હું પ્રેઝન્ટ'..

ટીફન બોક્સમાં લાવ્યાં છે મોદક ને બુંદીનાં લાડું !

ત્યાંતો માસ્તરજી કહે : 'આજ તમને રમત રમાડું'..

ભણીગણીને મોદકનાં ડુંગર છે ચણવાં....

તેથી નિશાળમાં જાવું છે ભણવાં....


ખભા પર લટકાવી વૉટર-બોટલ ને પે'ર્યો ગણવેશ..

મોજાં ને બુટ પહેર્યા વળી મસ્ત વાળ્યાં છે કેશ !

માસ્તરની પહેલાં એ જવાબ આપી દે ફટ્ ફટ્...

કવિતા ગાય, ઘડિયા બોલે ને દાખલાં ગણે સટાસટ !

ભણીગણીને લાડવાનાં ખેણર છે લણવાં...

તેથી નિશાળમાં જાવું છે ભણવાં....


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy