STORYMIRROR

Dina Chhelavda

Fantasy Inspirational

4  

Dina Chhelavda

Fantasy Inspirational

સુરખાબ

સુરખાબ

1 min
612

સુના સરોવર ગુલાબી ઉત્સવ મનાવે

એવા સુરખાબી ગાન છીએ આપણે

પીંછીમાં રંગ ભરી રંગીએ આકાશ

પોયણીમાં ઉઘડતું પ્રભાત છીએ આપણે


દરિયાને પાર જેના આવાસ હોય

એવા અજાણ્યા રાહ છીએ આપણે

ઝરણાનુ જળ જેમ ખળખળતુ જાય

એવો ખળખળતો પ્રવાસ છીએ આપણે


હોવું તો ઝરણાના ધોધ જેવી વાત

એવા ગુલાબી ખ્વાબ છીએ આપણે

મીઠા મધુર કલરવનો ટહુકો અપાર

એવા આપણામાં મસ્ત છીએ આપણે


નિર્જન કિનારાનું નિરવ એકાંત જાણે

એમાં કલશોરનો નાદ છીએ આપણે

માળામાં હોય ક્યાં આપણા મુકામ

ટુંકી દસ્તકના નામ છીએ આપણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy