Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Fantasy Others

4  

Hiren Maheta

Fantasy Others

ચોમાસે મોકલ્યું છે આણું

ચોમાસે મોકલ્યું છે આણું

1 min
366


ચાલ સખી, ચોમાસે મોકલ્યું છે આણું…

રૂંવાડે-રૂંવાડે ઝરમરતો મેઘ અને તરવરતું યૌવન ભીંજાણું,

ચાલ સખી, ચોમાસે મોકલ્યું છે આણું…


ગડગડતા વાદળાં એ શ્યામળા ને કામણા, એમાં પણ રૂપેરી ધાર, 

એમાંય ધવલા કંઈ સસલાઓ દોડતાં, સખી જો ને તું ઊંચે લગાર, 

ભીતર ભીંજાવાની વેળાઓ બીજી, આ તો લીલાંછમ થાવાનું ટાણું,

ચાલ સખી, ચોમાસે મોકલ્યું છે આણું…


ચારેકોર દોડતા આ સરસરતા વાયરા, આ વેણું વગાડતો પવન,

અડકી-અડકીને આ આમ-તેમ દોડતો ને ફરફરતું ખેંચતો ગવન,

ખોળે લઈ દોડતો એ ઝરમરતું હેત મારા અંગોમાં ઉતરેલું માણું,

ચાલ સખી, ચોમાસે મોકલ્યું છે આણું…


મોરલાં ને ઢેલડાની પાંખોય ખુલ્લી, ને ખુલ્લી આ ધરતીની મહેંક,

ઝરણાં ને નદીયુંની આંખોય ખુલ્લી, સખી હૈયાની વહેતી કર ગહેંક,

ભીતર ભરેલા એ ટહુકાઓ ખોલ હવે, છલકાવી દે તરભાણું,

ચાલ સખી, ચોમાસે મોકલ્યું છે આણું.


Rate this content
Log in