Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

વરસતાં પહેલાં

વરસતાં પહેલાં

1 min
393


વરસતાં પહેલાં આ ઉકળાટ આપતી તારી પ્રથા,

જાણે મધુર મિલન પહેલાં એ વિયોગની વ્યથા !


ગોરંભાતું આ નભ ને મંદમંદ ફરકતી પેલી લતા,

જાણે તારા ઘેઘૂર કેશે ગૂંથેલી વેણી કેરી અદા !


આ મેઘ કેરા નાદ માંહી ચમકતા વીજ લીસોટા,

તારા ગંભીર મુખ પર દમકતી એ આંખોની છટા !


વૈભવ વરસાવતી ઉન્માદ વેરતી આ મેહુલ ઘટા,

જાણે પ્રણય તરબોળ તવ હોઠ કેરી એ તરલતા !


વણથંભી જાણે આ અનંત હેલી તણી માદકતા,

એવી જેમ તુજ સંગે પ્રસરતી મુજ હૃદયે મધુરતા !


ભીનાશ શ્વાસે ભરાતી હવે વરસ્યાંનો થાક ખાતી,

જાણે તારા શુભ્ર રૂપસાગરની લહેરો શાંત થાતી !


જોઈ રહ્યો હું એ સૂર્ય પ્રગટ્યો મેઘની બારીએથી,

જાણે ચમકતું મુખ ચંદ્ર સમું ઘેરી લટોની મધ્યથી !


વરસતાં પહેલાં આ ઉકળાટ આપતી તારી પ્રથા,

જાણે મધુર મિલન પહેલાં એ વિયોગની વ્યથા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance