STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

4  

Dina Chhelavda

Romance Fantasy

અજાણી સફર

અજાણી સફર

1 min
621

ફરી આજે મુલાકાત એમની સાથે શું થઈ !

અજાણી સફરની આમ શરૂઆત પણ થઈ !


યાદોના પગરવ દિલમાં રણઝણતા થયા ને,

આંખોની આંખો સાથે તોફાની વાત થઈ !


મનગમતી સાંજ ને ઢળેલા સૂરજનો સંગ,

પ્રેમની હતી વાવણી ને કયામતની રાત થઈ !


પ્યાસી ઝંખનાઓ તો સતરંગી સળવળીને,

એના આંગણના આકાશમાં કબૂલાત થઈ !


લાગણીના બંધન પણ કેવા અજનબી છે,

આપના શબ્દોની એ રચનામાં સોગાત થઈ !


શમણું આંખમાં અચરજ પામતા તૂટી ગયું,

ને પાંપણની પાંદડીએ ફૂલોની ઘાત થઈ !


વ્હેલી પ્રભાતે શમણું ને એ સાજનની પ્રીત,

ભરી મહેફિલે બસ ગુંજતી રજૂઆત થઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance