STORYMIRROR

Dina Chhelavda

Fantasy Inspirational

4  

Dina Chhelavda

Fantasy Inspirational

મૌન બોલે છે

મૌન બોલે છે

1 min
617

સૂરજના કિરણમાં ઝાકળનું મૌન બોલે છે,

ઊગતી પરોઢમાં કળીઓનું મૌન બોલે છે.


મિલનની પળમાં આંખોનું મૌન બોલે છે,

જુદાઈની ક્ષણમાં આંસુનું મૌન બોલે છે.


વરસતા વરસાદમાં ધરતીનું મૌન બોલે છે,

ગરજતા વાદળમાં વીજળીનું મૌન બોલે છે.


શમાની રોશનીમાં પતંગિયાનું મૌન બોલે છે,

છવાતા અંધકારમાં ચાંદનીનું મૌન બોલે છે.


સંગીતના સૂરમાં વાણીનું મૌન બોલે છે,

મોતની પથારીમાં જીવનનું મૌન બોલે છે.


કાગળ પર શબ્દોમાં હૃદયનું મૌન બોલે છે,

ઊગતા ઉજાસમાં દિન રૂપે મૌન બોલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy