મિલનની ક્ષણ..
મિલનની ક્ષણ..
સંધ્યાના મિલન સંગ હાલ્યા સૂર્યદેવ,
સાંજની વેળા ઢળી લાલિમા ચોમેર.
સમી સાંજની મિલન વાટે રાહ તાકતા નૈના,
ઉંબરે ઊભી, હાથની છાજલી ભીની જ્યારે.
ગુલાબી ઠંડીમાં મળતો તાપણાનો સહારો,
આંખના ઇશારાથી મળતો પ્રેમનો સંદેશો.
શિયાળાની સાંજે ઠુઠવતો પવન ભારે,
દરિયાકિનારે રેતીમાં પગલાં પાડતા ત્યારે.
દરિયાની રેતી તરસતી રહેતી હરદમ,
પ્રેમીપંખીડાનાં મિલનથી હસતી રહેતી ગમ.
