Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Fantasy Inspirational

4.7  

Dina Chhelavda

Fantasy Inspirational

સજાવી શકું છું

સજાવી શકું છું

1 min
631


ગઝલના વિચારો હું લાવી શકું છું,

ને શબ્દો મજાના સજાવી શકું છું,


છૂપાવેલ ભીતર ઘણી લાગણીઓ,

કલમની જ ધારે વહાવી શકું છું,


ભલે હું નથી કોઈ આબાદ શાયર

છતાં અક્ષરોને તરાવી શકું છું !


કરું વાત તારા ને ચંદાની સાથે,

ને સપના હું મારા જગાવી શકું છું,


મને જાણવાની મથામણ કરો ના

સળગતા વિચારો બુઝાવી શકું છું !


સમી સાંજ ઊગતી કૈં યાદો સમીપે

છલકતા એ જામો ઉઠાવી શકું છું,


છૂપાવ્યા ઘણા રાઝ 'દિના' છતાંયે 

ગઝલમાં અચાનક ગજાવી શકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy