STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

જાગી જાય છે

જાગી જાય છે

1 min
663

જાત-કરવા ખોજ લાગી જાય છે,

જ્યારે આવે મોજ જાગી જાય છે.


આંખડી જો એટલી છલકી પડે,

એટલે તો હોજ માગી જાય છે.


કા'ન જેવી દોટ મૂકી આવતો,

દોસ્તનો એ બોજ તાગી જાય છે.


સામટાં સંવેદનો આવી ચડે,

સૂરમાં એ રોજ વાગી જાય છે.


ગંગુ તૈલી નીકળે 'સાગર' ઘણા,

ભોજ જેવા ભોજ ભાગી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy