ગમની ગહેરાઈ
ગમની ગહેરાઈ
રાત દિન જુદાઈના વિતાવીને,
તારી યાદોમાં હું ડૂબી રહ્યો છું,
મધુર મિલનની માણેલ પળોને,
કલમથી ગઝલમાં કંડારી રહ્યો છું,
તારા પ્રેમ માટે તડપ સહન કરીને,
ગમની ગહેરાઈમાં સરકી રહ્યો છું,
હૃદયમાં ઊઠેલ વિરહની વેદનાને,
કલમથી ગઝલમાં કંડારી રહ્યો છું,
સપનામાં તુજને રોજ નિરખીને,
દર્દથી નિસાંસા નાખી રહ્યો છું,
પ્રેમમાં દિવાનાપણું અનુભવીને,
કલમથી ગઝલમાં કંડારી રહ્યો છુંં,
તને મળવા કાજે બાવરો બનીને,
તારા મિલન માટે તરસી રહ્યો છું,
"મુરલી" પ્રેમની તરસ તલસાટને,
કલમથી ગઝલમાં કંડારી રહ્યો છું.
