ગઝલ - પ્રેમ
ગઝલ - પ્રેમ


જોઇએ એટલો પણ પ્રેમ ક્યાં મળ્યો !
રોજ મારો દિપક પ્રગટી અને બળ્યો !
લાગણી ના કોઈ આ ઓળખી શક્યું,
ક્યાંક એકાંતનો સાર મેં કળ્યો !
મુજમાં મુજને બધે હું ભેળવી ગઈ,
ઈશ્ક તારો મને લાગ્યો ગળ્યો ગળ્યો !
આ પ્રહર તો વહી જાશે પ્રવાહમાં,
ચાંદ ને રાતની આભા બની છળ્યો !
રુઝ આવી ઘાને 'સ્વપ્નીલ' તે છતાં,
આંખના આંસુ માફક ગાલ પર રળ્યો !