STORYMIRROR

Rajesh Hingu

Tragedy

4  

Rajesh Hingu

Tragedy

ગઝલ- મદિરા છે બ્હાનું

ગઝલ- મદિરા છે બ્હાનું

1 min
344

અહીં બેસવાનું, મદિરા છે બ્હાનું;

ખરું કામ મારું છે તમને પીવાનું, 


મને ચાહવાનું મળ્યું નહિ ને બ્હાનું? 

મહોબ્બત નથી કામ તારાં ગજાનું. 


સદા હાથમાં હાથ નાખીને ફરતાં, 

શું તમનેય આવે એ સપનું મજાનું?

 

ડૂમા, ડૂસકાં, દર્દ, આંસું, ઝુરાપો;

પ્રણયમાં બીજું હોય શું પામવાનું? 


પડે વ્હેમનું એક ટીપુંય અમથું, 

પછી પ્રેમનું દૂધ ફાટી જવાનું. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy