ગઝલ છે તું વીતેલા વર્ષની નમણી
ગઝલ છે તું વીતેલા વર્ષની નમણી
ફૂલો માફક ખીલી નમણી ગઝલ છે,
વસંતી વાયરા જેવી ગઝલ છે.
શરમથી લાલ તારું થઈ જવું ને,
અચાનક સ્મિતથી ખીલી ગઝલ છે.
શરાબી આ નજર જ્યાં તેં કરી તો,
બની મદમસ્ત મેં પીધી ગઝલ છે.
સફરનો આ નશો માણી તું જોજે,
સમય કેફે જ ઘૂંટાતી ગઝલ છે.
ઘણી કૃપા છે દેવી શારદાની,
પુનિત ગંગાથી ધોયેલી ગઝલ છે.
